વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં રહેતા એક યુવાને પાંચ દિવસ પુર્વે આર્થિક સંકળામણથી કંટાળી ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં રહેતા 30 વર્ષીય વિશાલભાઇ હરીભાઇ ઉધરેજાએ ગત તા. 27ના રોજ બપોરના સમયે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. જેથી યુવાનને સારવાર અર્થે પ્રથમ વાંકાનેરની સિવિલ હોસ્પિટલ જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું…

આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ દ્વારા નોંધ કરી તપાસ હાથ ધરતા મૃતક યુવાન વિશાલ છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકળામણમાં હોય જેથી કંટાળી આખરે તેને આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly

error: Content is protected !!