વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ ખાતથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે રેડ કરી બાલાજી મેડીસીન નામનું દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો હતો. આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે રૂ. 31,624 ના મુદ્દામાલ સાથે નકલી ડોક્ટરને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના કો. હરિશ્ચંદ્રસિંહ ઝાલાને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ ખાતે આવેલ ‘ બાલાજી મેડીસીન ‘ નામના દવાખાનામાં કોઈપણ પ્રકારની મેડિકલ ડીગ્રી વગર આરોપી કનૈયાકુમાર મોતીશાહ ગુપ્તા (ઉ.વ.26, રહે. મૂળ બિહાર, હાલ રાતાવીરડા તા. વાંકાનેર) મેડિકલ પ્રેક્ટિસ કરી બીમારી દર્દીઓની સારવાર કરતો હોય જેથી પોલીસે રૂ. 31,624ની કિંમતના એલોપથીક દવાના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર તાલુકા પોલીસની આ કામગીરીમાં પીએસઆઈ આર. પી. જાડેજા, હેડ કો. મયુરધ્વજસિંહ જાડેજા તથા જુવાનસિંહ ઝાલા, કો. હરિચંદ્રસિંહ ઝાલા, મુકેશભાઈ જીલરીયા, જગદીશભાઈ ગાબુ, અજયસિંહ ઝાલા અને સંજયસિંહ જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly