વાંકાનેર તાલુકાના તરકીયા ગામ ખાતેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી અને દેશી દારૂ ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની આ કાર્યવાહી દરમ્યાન સ્થળ પર કોઈ આરોપી હાજર ન મળતાં પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના તરકીયા ગામ ખાતે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમતી હોવાની ચોક્કસ બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા સ્થળ પર દરોડો પાડતા ત્યાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ હતી. પોલીસની આ કામગીરી દરમ્યાન આરોપીઓ નાસી છૂટયા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..
વાંકાનેર તાલુકા પોલીસની આ કામગીરીમાં ઘટના સ્થળેથી દેશી દારૂ લી. 105 (કી.રૂ. 2100), ગરમ આથો લી. 400 (કિ.રૂ. 800), ઠંડો આથો લી. 600 (કિ.રૂ. 1200) તથા ભઠ્ઠી ગાળવાના સાધનો કિ.રૂ. 200 સહિત કુલ રૂ. 3,700નો મુદામાલ કબ્જે કરી આરોપી વીજયભાઇ ભુપતભાઇ મકવાણાની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly