વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ એક સિરામિક કારખાનામાં રહી અને મજૂરી કામ કરતાં મુળ મધ્યપ્રદેશના વતની યુવાનને કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ સેગા સીરામીક કારખાનામાં રહી અને મજૂરી કામ કરતાં મૂળ મધ્યપ્રદેશના વતની યુવાન જીતેન્દ્રકુમાર રાજકુમારએ કોઈ કારણોસર કારખાનામાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી યુવાને ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે…
આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ કે મૃતક યુવાન જીતેન્દ્રકુમારને છેલ્લા ઘણા દિવસોથી મરી જવા માટેના વિચારો આવતા હતા અને તેને આ બાબતે તેના કાકાના દીકરા ભાઈઓએ સમજાવેલ પરંતુ તેણે આ અંતિપ પગલું ભરી આપઘાત કરી લીધો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly