વાંકાનેર શહેર ખાતે નિર્માણ પામેલ પાટીદાર સેવા સમાજની વાડીના નિર્માણ માટે આર્થિક મદદ કરનાર તમામ દાતાઓને એક સન્માન સમારોહ વાંકાનેર શહેર ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં તમામ દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા…
વાંકાનેર શહેરનાં મિલપ્લોટ મેઈન રોડ પર 2008 માં 2500 વાર જેટલી વિશાળ જગ્યામાં પાટીદાર સેવા સમાજની વાતાનુકૂલિત અદ્યતન વાડીનું લાખોની માતબર રકમનાં ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં સમયાંતરે આ વાડીમાં યોગદાન આપનાર દાતાશ્રીઓનો સન્માન સમારોહ 75 માં સ્વાતંત્ર્ય દિનની સંધ્યાએ જ્ઞાતિની વાડીમાં કોરોના ગાઈડ લાઈન મુજબ યોજવામાં આવ્યો હતો, જેમાં પાટીદાર સમાજ અગ્રણી તથા વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ અગ્રણી ઉદ્યોગપતિ પ્રગ્નેશભાઈ પટેલ(જસદણ સિરામિક ગ્રૂપ),
કાર્યક્રમનાં પ્રમુખ સ્થાને ખાસ ઉપસ્થિત રહેલ સીદસર મંદિરનાં પ્રમુખ અગ્રણી જેરામભાઈ વાંસજાળીયા, વેલજીભાઈ પટેલ(બોસ સિરામિક-મોરબી), પોપટભાઈ કગથરા, ટી.ડી. પટેલ, રામજીભાઈ પનારા,બેચર ભાઈ પટેલ, ઘનશ્યામભાઈ ઢોલરીયા, પંચાણભાઈ ભૂત, જયંતિભાઈ પડસૂબિયા, જયંતિભાઈ રાનીપા અને કારોબારી સહિત વાંકાનેર-મોરબી વિસ્તારના પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ ખાસ હાજર રહ્યા હતાં…
કાર્યક્રમની શરૂઆતમાં સમાજની બાલિકાઓએ દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો તેમજ તમામ દાતાશ્રીઓનું મોમેન્ટ અર્પણ કરી અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું, પ્રાસંગિક ઉદ્બોધન અને અંતમાં
રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq