વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ વાડીના કુવામાંથી એક સગીરની લાશ મળી આવી હતી. જેથી બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતક સગીરની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી આ બનાવ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ રાજુભાઇની વાડીના કુવામાંથી વિક્રમભાઇ અરવીંદભાઇ સંગાલા (ઉ.વ. 16 રહે લાકડધાર તા. વાંકાનેર)નો મૃતદેહ ગઈકાલે મળી આવી હતી. જેથી આ બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તરુણની લાશને કુવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી હતી….
ઉપરોક્ત બનાવની વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી મૃતક સગીરાનું મોત અકસ્માતે થયુ છે કે સગીરે કોઈ કારણસર આપઘાત કર્યો છે તે દિશામાં વધુ તપાસ કાર્યવાહી શરૂ કરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq