વાંકાનેર શહેર ખાતે પાણીની મોટરમાં વિજશોક લાગવાથી મહિલાનું મોત….

0

વાંકાનેર શહેરના શાંતિનગર મીલપ્લોટ વિસ્તારમાં રહેતા એક પરિણીતાનું પાણીની મોટરમાં વિજશોક લાગવાથી મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના શાંતિનગર મીલપ્લોટમાં રહેતા કોમલબેન સંજયભાઇ રંગપરા પોતાના ઘેર પાણીની મોટર ચાલુ કરતા તેમને વીજ શોક લાગ્યો હતો જેના કારણે તેનું મોત થયું હતું. હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાના ચાર વર્ષ પહેલા લગ્ન થયા હોય અને તેને સંતાનમાં એક ત્રણ વર્ષની બાળકી અને નવ માસનો બાળક હોવાનું જાણવા મળ્યું છે, જેથી મહિલાના મોતથી બે માસુમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે…..

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR