પાંચ દિવસ પહેલા પાંચ પુત્રીઓની માતા માલ ઢોર ચરાવતા શખ્સ સાથે ભાગી જતાં પાછળથી બે પુત્રીએ ઝેરી દવા ગટગટાવી….

વાંકાનેર તાલુકાના ઘીયાવડ-ઈશ્વરિયા ગામ ખાતે પરિવાર સાથે પેટીયુ રળવા આવેલ પરિણીતા પોતાની ચાર પુત્રીઓને મુકીને પ્રેમી સાથે ફરાર થઈ જતાં પાછળથી તેની બે માસુમ પુત્રીઓએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં બંન્નેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધી કરી વધુ તપાસ શરૂ કરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મુળ છોટા ઉદેપુર અને હાલ વાંકાનેરના ઘીયાવડ-ઈશ્વરિયા ગામે પેટીયુ રળવા આવેલા પરિવારની હીનાબેન દુરસીંગભાઈ રાઠવા(ઉ.વ.૧૧) અને તેની નાની બહેન રશ્મીકા દુરસીંગભાઈ રાઠવા (ઉં.વ.૯) ગામની સીમમાં આવેલ એક ખેડૂતની વાડીએ હોય ત્યારે ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાની આસપાસ બંને બહેનોએ સજોડે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી બંનેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી…

બનાવ અનુસંધાને પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ વિગતો મુજબ બંને બાળા મુળ છોટાઉદેપુરની વતની હોય અને અહિં તેનો પરિવાર છેલ્લા છ માસથી ખેત મજુરી કરવા માટે આવ્યો હતો. જેમાં દવા પી લેનાર બાળા પાંચ બહેનો હોય, જેમાં એક બહેનના લગ્ન થયા છે. તેણીની માતા લખીબેનને માલ-ઢોર ચરાવવા આવતા શખ્સ સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ બંધાયો હતો જેમાં પાંચ દિવસ પહેલા તેની માતા ચાર માસુમ પુત્રીઓને તરછોડી પ્રેમી સાથે ફરાર થઈ હતી. જેના કારણે બંને બાળકીઓએ ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR

error: Content is protected !!