વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળામાં ગઈકાલના રોજ બાળકોમાં ચૂંટણી પ્રત્યે જાગૃતતા અને ઉત્સાહ વધે તથા ચૂંટણીની પ્રક્રિયાઓને સમજે તે હેતુથી શાળામાં બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં શાળાના બાળકોએ રસ પુર્વક ભાગ લીધો હતો…

આ આયોજનમાં શાળાના શિક્ષક કુબાવત નરેન્દ્રભાઈ, વંડરા અશ્વિન સાહેબ, કટેસિયા રણજીતભાઈ, મકવાણા અંજનાબેન, શેરસિયા જુનેદભાઈ તથા આચાર્ય અનિલભાઈ પનારાએ ઉત્સાહથી કામ કરી બાળકોની તાલાવેલીને ઉમળકાથી સ્વીકારી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરેન્દ્રભાઈ કુબાવત દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે સીઆરસી અને બીઆરસી તથા તાલુકા શાળા આચાર્યએ બાળકોને શુભેચ્છા પાઠવી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR

error: Content is protected !!