હાઇકોર્ટના ઓરલ ઓર્ડરથી વહીવટદારને હટાવી સત્તા પુનઃ પીરઝાદા પેનલને સોંપાઇ…
વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની બહુચર્ચિત વિવાદાસ્પદ શ્રી કીશાન સેવા સહકારી મંડળી લી.-પંચાસીયાની વ્યવસ્થાપક સમિતિની ચુંટણી બાબતે અનેક ચડાવ ઉતાર બાદ નામદાર હાઇકોર્ટે તા. ૧૩/૦૬/૨૨ ના લવાદ કોર્ટના હુકમને રદ કરી અને મંડળીમાં વહીવટદારને હટાવવાનો ઓરલ ઓર્ડર કરતા આજરોજ કિશાન સેવા સહકારી મંડળી લી. પંચાસીયામાં પીરઝાદા પેનલને પુનઃ સત્તા સોંપવામાં આવી હતી….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ પંચાસીયા ગામની શ્રી કિશાન સેવા સહકારી મંડળી લી.માં વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૬ સુધીની વ્ય. કમીટી સભ્યોની ચુંટણી કરવામાં આવેલ હોય, જે ચુંટણી પ્રક્રિયા ખાનગી રાહે કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ચુંટણી રદ કરવા મંડળી સભાસદ યુનુસભાઈ ખોરજીયાએ લવાદ કોર્ટમાં અરજી કરતા લવાદ કોર્ટે કેસ નં. ૨/૨૨ માં તા. ૧૩/૦૬/૨૦૨૨ ના રોજ આ ચુંટણી પ્રક્રિયા રદ કરી અને નવેસરથી ચૂંટણી કરવા હુકમ કર્યો હતો. જેની સામે મંડળીના સત્તાધીશ પીરઝાદા પેનલે હાઇકોર્ટની દાદ માંગી અરજી કરતા,
નામદાર હાઇકોર્ટે એચ.સી.એ નં. ૧૧૦૩૨/૨૦૨૨ ના કામે તા. ૨૬/૦૯/૨૦૨૩ ના રોજ ઓરલ ઓર્ડર કરી લવાદ કેસ ૨/૨૨ ના તા. ૧૩/૦૬/૨૨ ના હુકમને રદ કર્યો હતો. જેની જાણ મંડળીની બોડીએ જીલ્લા રજીસ્ટ્રારને કરતા આજરોજ મંડળીના વહિવટદાર બી. બી. ડાંગરએ બપોરે ૧:૩૦ વાગ્યે પોતે શ્રી કિશાન સેવા સહકારી મંડળીનો ચાર્જ છોડી અને જુના પીરઝાદા પેનલની બોડીના પ્રમુખ, મંત્રી તથા વ્યવસ્થાપક સમિતિના સભ્યોને મંડળીના ચાર્જની સોંપણી કરી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf