વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલ એક કારખાનામાં જેસીબીથી કામ ચાલતું હોય, ત્યારે ત્યાંથી પસાર થતો એક શ્રમિક યુવાન જેસીબીના બકેટની હડફેટે આવી જતા તેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલ બ્રોમો સીરામીક કારખાનામા કામ કરતા મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના વતની કૈલાસભાઇ મડીયાભાઇ હીહોર નામનો શ્રમિક યુવાન કારખાનામાં ચાલીને ટ્રક તરફ જતો હોય ત્યારે જે.સી.બી. એક્સીવેટરનાં ડ્રાઇવર હસમુખભાઇ છનાભાઇ ઉડેચા (રહે. વાંકાનેર)એ જેસીબીનું બકેટ બેદરકારીથી ફેરવતા કૈલાસભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું. આ બનાવ અંગે મૃતક કૈલાસભાઈના પત્ની કસનીબાઇ કૈલાસભાઇ હીહોરે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf