જીલ્લા પંચાયતના પુર્વ સદસ્ય કુલસુમબેન બાદીના પતિ અને સામાજિક/રાજકીય અગ્રણી અકબરભાઇ બાદીની લોકહિતના કામો કરવા માટેની મહેનત યથાવત : બ્રિજના એપ્રોચ રોડના લેવલ કઢાવી તાત્કાલિક કામ પુરૂ કરવા સુચનો અપાયા….
વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામને વાંકાનેર શહેર સાથે જોડતા એકમાત્ર રોડ પર ચોમાસાની ઋતુ દરમ્યાન આસોય નદીમાં પાણી આવવાથી ગામના નાગરિકો ભારે હાલાકી ભોગવવી પડતી જેથી ગામલોકોની મુશ્કેલી જોતા તે સમયના જીલ્લા પંચાયતના સદસ્ય કુલસુમબેન બાદી દ્વારા જીલ્લા પંચાયત સમક્ષ માગણી કરી નદી પર નવા બ્રીજ માટેના કામની મંજૂરી મેળવી તાત્કાલિક કામ શરૂ કરાવેલ જે કામ હાલ 90 ટકા જેટલું પુર્ણ થયા બાદ તાત્કાલિક કામ પુરૂ થાય અને ઝડપથી બ્રિજનું લોકાપર્ણ કરવા માટે ગામના સામાજિક અને રાજકીય અગ્રણી અકબરભાઇ બાદી મહેનત કરી રહ્યા છે…
બાબતે સત્તામાં ન હોવા છતાં પણ પોતાની લોકસેવા યથાવત રાખી અને લોકહિતમાં અકબરભાઇ બાદી દ્વારા આ પુલની બંને બાજુના એપ્રોચ રોડ લેવલમાં કરવા માટે કાર્યપાલક ઇજનેર તથા ડેપ્યુટી કાર્યપાલક ઇજનેરને સ્થળ પર બોલાવી બંને સાઇડના એપ્રોચ રોડના લેવલ કઢાવી લોકોને તકલીફ ન પડે તેવી રીતે ઝડપથી કામ પુરુ કરવા સુચનાઓ આપી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr