વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ નજીકથી રોડ પરથી વિદેશી દારૂ ભરેલી ઇકો કારનુ પાયલોંટીંગ કરતો મોટર સાયકલચાલક તથા ઇકો કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને વિદેશી દારૂની 156 બોટલો તથા બીયરના 48 નંગ ટીન (કી.રૂ. 60,600) મળી કુલ રૂ. 3,55,600ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આજે વાંકાનેર તાલુકા પોલીસ તથા સર્વેલન્સ ટીમના પેટ્રોલિંગ દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા અને હરિશ્ચંદ્રસિંહ ઝાલાને મળેલ સંયુકત બાતમી આધારે વાંકાનેર તાલુકાના રાતાવીરડા રોડ પર ગ્રેનીટો સીરામિકના કારખાના પાસેથી ઇગ્લીશ દારૂની પાયલોટીંગ કરી ઇકકો કારમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપી લીધા હતા…

પોલીસ દ્વારા કાર્યવાહીમાં રાકેશ નાનાભાઇ મછાર, રઘુભાઇ ઉર્ફે રઘો રાણાભાઇ ઇન્દરીયા અને અરવિંદ વિરજીભાઇ ઇંદરીયાને મેક ડોવેલ્સ નંબર-1 સુપરીયર વ્હિસ્કી, બોટલ નંગ 120 (કિં.રૂ. 45,000), ગ્રેવીટી ગ્રીન એપલ ફલેવર વોડકા બોટલ નંગ 24 (કિં.રૂ. 7200), ગ્રેવીટી પ્યોર ગ્રેન વોડકા બોટલ નંગ 12 (કિં.રૂ. 3600) તથા કીગ ફીશર સ્ટ્રોન્ગ પ્રીમીયમ બીયર ટીન નંગ 48 (કી.રૂ. 4800) સાથે પકડી પાડવામાં આવ્યા છે. તેમજ આરોપી પરેશભાઇ લવાભાઇ નાકીયા નાશી છુટેલા તેની સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

પોલીસ દ્વારા આ રેડ દરમ્યાન વિદેશી દારૂનો જથ્થો, ઇકો કાર, હીરો સ્પેલન્ડર તથા મોબાઇલ મળી કુલ રૂ. 3,55,600ના મુદામાલ જપ્ત કરી અને ચારેય આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr

error: Content is protected !!