વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે રહેતા એક યુવાનના મકાનોમાંથી રોકડ રકમ રૂ. 65,000 ની ચોરી થઇ હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની યુવાને વાંકાનેર તાલુકા પોલીસમાં ચોરીના ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામ ખાતે રહેતા દિલીપભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ (ઉ.વ. 31) ના મકાનોમાંથી ગત તા. 04/10 ના રોજ રાત્રીના 10 થી બીજા દિવસે સવારે સાત વાગ્યા સુધીમાં કોઇ અજાણ્યા તસ્કરે ઘરમાં પ્રવેશ કરી અંદર રાખવામાં આવેલા રોકડ રકમ રૂ. 65,000 ચોરી કરેલ હોય,

જેથી યુવાને આજ સુધી આ રકમની પોતાની જાતે તપાસ કરી પણ કોઈ પત્તો નહી લાગતા હાલમાં ફરિયાદીએ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

error: Content is protected !!