વાંકાનેર શહેરની શ્રી કે. કે. શાહ સ્કૂલ ખાતે ફોરેસ્ટ વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ(2 થી 8 ઓક્ટોબર) અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગઇકાલના રોજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા 11:30 થી 12 કલાક દરમીયાન વન્યપ્રાણી સપ્તાહ સમારોહ સમાપન નિમિતે ઓનલાઇન ઉદબોધન રજૂ કરવામાં આવ્યું હતું…
આ તકે વાંકાનેરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી તોપી પી. નરોડીયા તેમજ શ્રી. ડઢાણિયા સાહેબ દ્વારા પાણી બચાવો તેમજ વૃક્ષોનું જતન, પશુ-પક્ષીઓ પ્રત્યે દયા-ભાવ વગેરે વિષયો પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં વાંકાનેર ફોરેસ્ટનો તમામ સ્ટાફ હાજર રહ્યા હતાં તેમજ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક અને પર્યાવરણ પ્રેમી ભુપતભાઈ છૈયા દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને અંતે હાજર રહેલ તમામ વિધાર્થીઓને ચકલીના માળા આપવામાં આવ્યા હતા, અને નવરાત્રી દરમ્યાન જે ગરબાની આરાધના કરવામાં આવ છે, તે ગરબાને દશેરાના દિવસે નદીમાં પધરાવા ને બદલે તેજ ગરબામાંથી ચકલીનો માળો બનાવવાની રીત વિદ્યાર્થીઓને શિખવવામાં આવી હતી, કાર્યક્રમની આભાર વિધિ વનરક્ષક વિજુબેન દ્વારા કરવામાં આવી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf