વાંકાનેર શહેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અનિયમિત પાણી, ખખડધજ હાલતમાં ફેરવાયેલ રોડ-રસ્તા, બંધ હાલતમાં સ્ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ને દિવાનપરા વિસ્તારની મહિલાઓએ નગરપાલિકાના સત્તાધીશો સામે મોરચો માંડી ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક આ તમામ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા રજુઆત કરી હતી…

વાંકાનેર શહેરના દીવાનપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મચ્છુ 1 ડેમ છલકાયો હોવા છતાં પીવાનું પાણી પાંચથી છ દિવસે અનિયમિત મળતું ન હોય, શહેરભરના ખખડધજ હાલતમાં ફેરવાયેલ રોડ-રસ્તા, બંધ હાલતમાં રહેલી સ્ટ્રીટ લાઈટો સહિતના પ્રશ્ને નાગરિકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય જેથી આ તમામ પ્રાથમિક સુવિધાઓ બાબતે મહિલાઓએ નગરપાલિકા સામે મોરચો માંડી ચિફ ઓફીસરને ઉગ્ર રજૂઆત કરી હતી…

બાબતે મહિલાઓ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરવા ગયેલ હોય પરંતુ પાલિકામાં કોઈ જવાબદાર વ્યકતી હાજર ન હોવાથી આ મુદે સ્થાનિક ચૂંટાયેલા ભાજપના સભ્યોને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે મહિલાઓને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી મહિલાઓએ ઉગ્ર રજૂઆતો કરી હતી.

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

error: Content is protected !!