મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા આજે જીલ્લામાં વિવિધ જગ્યાઓ પર ફરજ બજાવતા પીએસઆઈ અને પીઆઈની બદલીનો દોર ચલાવવામાં આવ્યો છે જેમાં ત્રણ પીએસઆઈ અને ત્રણ પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે…

બાબતે પ્રાપ્ત વિગતો મુજબ આ બદલીઓમાં હળવદ પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઈ. પી. એ. દેકાવાડીયાને હળવદ પોલીસ સ્ટેશનમાંથી લીવ રીઝર્વમાં મુકવામાં આવ્યા છે, જ્યારે એ ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. બી. પી. સોનારાને વાંકાનેર સીપીઆઈ તરીકે મુકવામાં આવ્યા છે. આ સાથે જ એસઓજી પી.આઈ. જે. એમ. આલને મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં અને જે. એમ. આલને વધારાનો એસઓજીનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે…

પીએસઆઇની બદલીઓમાં હળવદ પોલીસ મથકમાં ફરજ બજાવતા પી. જી. પનારાને એસોઓજીમાં નિમણુક આપી પી.આઈ. તરીકે વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે, જ્યારે મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજવતા પીએસઆઈ એ. એ. જાડેજાને હળવદ પોલીસ મથક ખાતે બદલી કરી પીઆઈનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. આ સાથે જ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરજ બજાવતા વી. આર. શુક્લને હળવદ ખાતે બદલી કરવામાં આવી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

error: Content is protected !!