વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલા મીટીકુલ વાળી શેરીમાં કોઈ અજાણ્યા શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લીધા હતા…

વાંકાનેર સીટી પોલીસ ટીમ ચોક્કસ ખાનગી બાતમીને આધારે શહેરના નવાપરા વિસ્તારમાં મીટીકુલ વાળી શેરીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). મહેશભાઈ ઉર્ફે ટીનો દામજીભાઈ ભખવાડિયા, ૨). બાબુભાઈ ઉર્ફે કાનો કરસનભાઈ ડાભી, ૩). અજયભાઈ દિનેશભાઈ ડાભી,

૪). સંજયભાઈ કરસનભાઈ ડાભી, ૫). કમલેશભાઈ ગણેશભાઈ ડાભી, ૬). વિશાલભાઈ કાનજીભાઈ રાણેવાડિયા અને ૭). નરોતમભાઈ કેશુભાઈ વાઘેલાને રોકડ રકમ રૂ. 3,640 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!