વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ એક કારખાનામાં કામ કરતાં લોડર ચાલકે ગંભીર બેદરકારી દાખવી ત્યાં સુતેલા એક દસ વર્ષના માસુમ બાળકને કચડી નાંખતા તેનું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધી કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ સનરાઈઝ મિનરલ્સ નામના કારખાનાની લેબર કોલોનીમાં રહી મજુરી કામ કરતા ખેલસિંગ ભાભર(રહે. મુળ, પરબતપુરા, એમ.પી) અને તેના પત્ની રાધાબેન ભાભર કારખાનામાં કામ કરતાં હતા ત્યાંરે તેના દસ મહિનાના દીકરા કાર્તિકને બાજુમાં સુવડાવ્યો હતો જેમાં ટ્રેક્ટર લોડર નં. GJ 36 S 2757 ના ચાલક મકના અનસિંગ માવીએ આ બાળકને હડફેટે લીધો હતો, જેથી તેનું મોત થયું હતું. આ બનાવમાં મૃતક બાળકના માતાએ લોડર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!