ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં એક અગત્યની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતી વિધાર્થીઓ માટે ગુજરાતી ભાષામાં પુસ્તકો ઉપલબ્ધ બને એ માટે રાજ્ય સરકારના મંત્રીમંડળની બેઠકમાં નિર્યણ લેવામાં આવ્યો છે. જેમાં એન્જિનિયરીંગ, મેડિકલ અને , ફાર્મસી અને જે જે મોટા વિષયોમાં ગુજરાતી ભાષા નથી, તે તમામનો ગુજરાતી ભાષામાં અભ્યાસ શરૂ કરવામાં આવશે…

આ પુસ્તકો ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ બને એ માટે એક કમિટી ની રચના કરી છે, જે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સીટીના માર્ગદર્શન હેઠળ આ પુસ્તકો ગુજરાતી ભાષામાં તૈયાર થાય એના ઉપર કામગીરી કરશે. આ કામગીરી માટે રાજ્ય સરકારે પચાસ લાખની ગ્રાન્ટ ફાળવી છે. આ પુસ્તકો અગામી શૈક્ષણિક વર્ષથી ઉપલબ્ધ બને એ રીતે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે…

પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું છે કે, રાજ્યના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષણ મેળવી પોતાની કારકિર્દી ઘડી શકે એ માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલી નવી શિક્ષણ નીતિ-2020 અંતર્ગત ઇજનેરી, તબીબી અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો માતૃભાષા ગુજરાતીમાં તૈયાર કરવા માટે સમિતિની રચના કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.જે.એમ.વ્યાસની અધ્યક્ષતામાં રચાયેલી આ સમિતિમાં કુલપતિઓ, ઇજનેરી અને તબીબી શાખાના શિક્ષણવિદો તેમજ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણના અધિકારીઓનો સમાવેશ કરાયો છે.

ગુજરાતમાં માતૃભાષા ગુજરાતીમાં જ શિક્ષણ આપવું તે જરૂરી જ નહીં, પરંતુ અનિવાર્ય હોઇ સરકારી અને બિન-સરકારી શૈક્ષણિક સંસ્થાઓ આ નીતિ મુજબ કાર્યવાહી કરે અને વ્યાવસાયિક વિદ્યાશાખાઓ (ઇજનેરી, તબીબી, ફાર્મસી, આર્કીટેક્ચર, એમ.બી.એ., એમ.સી.એ. વગેરે) માટેના તમામ પાઠ્યપુસ્તકો તેમજ અન્ય સાહિત્ય ગુજરાતીમાં તૈયાર થાય તે જરૂરી હોઈ આ નિર્ણય કરાયો છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!