વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં નિશાળની સામેની શેરીમાં રહેતા બે પરિવારો વચ્ચે ગાળો બોલવા બાબતે બોલાચાલી થયા બાદ બંને પરિવારો વચ્ચે છુટા હાથે મારામારીનો બનાવ બન્યો હતો જેથી આ બનાવમાં બંને પક્ષોએ એકા-બીજા સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં નિશાળની સામેની શેરીમાં રહેતા ધીરૂભાઇ બીજલભાઇ અદગામા (ઉ.વ. ૫૫)એ આરોપી હકાભાઇ નારણભાઇ, અનીલભાઈ રમેશભાઈ, સુનીલભાઈ કમાભાઈ, વિજય કમાભાઈ, તુષારભાઈ મુકેશભાઈ, રાજનભાઈ હકાભાઈ, અર્જુનભાઈ હકાભાઈ,

વિશાલભાઈ રમેશભાઈ તથા ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના દીકરા જીગ્નેશે આરોપી અનીલભાઈ રમેશભાઈએ ગાળો આપેલ હોય જે બાબતનો રોષ રાખી આરોપીઓએ લાકડીઓ તેમજ ધોકા જેવા હથિયાર ધારણ કરી ફરીયાદી તથા તેના પત્ની રંજનબેન ધીરૂભાઇ અદગામા સાથે ઝઘડો કરી ગાળો આપી, હુમલો કરી, માર મારી, જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, જેથી પોલીસે આ બનાવમાં આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ-૧૪૩, ૧૪૭, ૧૪૯, ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…..


આ જ બનાવમાં સામાપક્ષેથી ફરિયાદી રમેશભાઇ ઉર્ફે હકાભાઇ નારણભાઇ બાબરીયા (ઉ.વ. ૩૯)એ આરોપી ધીરૂભાઇ બીજલભાઇ અદગામા, રંજનબેન ધીરૂભાઇ અદગામા તથા તેના દીકરા જીગ્નેશ ધીરૂભાઇ અદગામા સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના ભાણેજ અનીલ રમેશ વણોદાને આરોપી જીગ્નેશ ધીરૂભાઇ અદગામાએ ગાળો આપી હોય જેથી આ બાબતે ફરિયાદી ઠપકો આપવા માટે આરોપીના ઘરે જતા આરોપીઓએ ફરિયાદીને જેમફાવે તેમ ગાળો બોલી, ત્રણેય આરોપીઓએ લાકડી વતી હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી આ બનાવમાં પોલીસે આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ- ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI
