ટોલટેક્સ બચાવવા ગામમાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી પૈસાની ઉઘરાણી બાબતે અનેકવાર તકરાર સર્જાઇ, વધુ એક બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઈ…
વાંકાનેર શહેર નજીક હાઇવે પર આવેલા વઘાસીયા ટોલનાકા ખાતે ટોલટેક્સ ભરવો ન પડે તે માટે અનેક વાહન ચાલકો નવા વઘાસીયા ગામમાંથી પસાર થતા હોય, જેમની પાસેથી સ્થાનિક લોકો દ્વારા પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હોય, જે બાબતે અનેકવાર મારામારીના બનાવ સામે આવ્યા છે, ત્યારે વધુ એક બનાવમાં યુવાનને વાહન ચાલકો પાસેથી એક દિવસના પૈસા કેમ ઉઘરાવ્યા ? તેમ કહી ત્રણ શખ્સોએ યુવાન પર હુમલો કરી માર માર્યો હતો….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના નવા વઘાસીયા ગામે રહેતા કીશોરભાઇ પોપટભાઇ મકવાણાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી જગદીશભાઇ નારણભાઇ સોલંકી, કીશોરભાઇ નારણભાઇ સોલંકી અને પારસભાઇ મહેશભાઇ સોલંકી(રહે. ત્રણેય નવા વઘાસીયા) સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી ગામમાં કામથી ગયા હોય ત્યારે આરોપીઓ ત્યા આવી ” અહીંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી તે એક દિવસના પૈસા કેમ ઉઘરાવ્યા ? ” કહી ફરિયાદી સાથે બોલાચાલી કરી, ગાળો આપી, કાઠલો પકડી, ઢીંકા પાટુનો માર મારી વીખોડીયા ભરી ફરિયાદી તેમજ સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી , જેથી આ બનાવમાં પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf