હાલના સમયમાં યુવાનોમાં ફેમસ થવા માટે સોસીયલ મિડિયામાં સ્ટંટ તથા સિન-સપાટા કરવાનો અભરખા હોય છે, ત્યારે વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામના યુવાને આવા ખોટા સિન-સપાટા કરવા ભારે પડ્યા છે, જેમાં પોલીસે લાયસન્સ કે પરવાના વગર બારબોરના હથિયાર સાથે ફોટો પાડી વ્હોટ્સએપ અને ફેસબુક પર અપલોડ કરનાર તથા ફોટો પાડવા માટે હથિયાર આપનાર બંને આરોપીની મોરબી એસઓજી ટીમે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે રહેતા બાબુભાઈ ચોથાભાઈ પાંચિયા નામના યુવાને પોતાના વ્હોટ્સએપ અને ફેસબુક આઈડી પર બાર બોરના હથિયાર સાથેનો ફોટો મૂક્યો હોય, જેની મોરબી એસઓજી ટીમે તપાસ કરતાં યુવાન પાસે હથિયારનો પરવાનો કે લાયસન્સ ન હોવા છતાં પણ સમાજમાં ભય ઊભો કરવા માટે થઈને હથિયાર સાથેનો ફોટો તેણે પોતાના સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યો હતો, જેથી પોલીસે બાબુભાઈ ચોથાભાઈ પાંચિયા (ઉ.વ. ૨૯) અને ફોટો પાડવા હથીયાર આપનાર અરજણભાઈ હિન્દુભાઈ પાંચિયા (ઉ.વ. ૬૧) સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!