વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે પોલીસને બાતમી આપવા તથા ઘર પાસે ઉભા રહેવા જેવી સામાન્ય બાબતમાં બાબતે બે પરિવારો બાખડયા હતા, જેમાં બંને પક્ષો વચ્ચે મારામારી થતાં બાબતે બંને પક્ષો દ્વારા એકાબીજા સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જુના રાજાવડલા ગામે રહેતા ફરિયાદી સંજયભાઇ બાબુભાઇ સોલંકીએ આરોપી ધીરૂભાઇ ગોવીદભાઇ સેટાણીયા તથા સંજયભાઈ ગોવિંદભાઈ સેટાણીયા (રહે- નવા રાજાવડલા) સામે ફરિયાદ નોંધાવી છે કે, આરોપીઓએ ફરિયાદીને ” તું પોલીસને કેમ અમારી બાતમી આપે છે ? ” કહી ઝઘડો કરી લોખંડના પાઇપ વડે ફરિયાદી સંજયભાઈ, સાહેદ આકાશ અને નિલેશ ઉપર હુમલો કરી માર માર્યો હતો…

જ્યારે આ બનાવમાં સામાપક્ષે ફરિયાદી ધીરૂભાઈ ગોવિંદભાઈ સેટાણીયાએ આરોપી સંજયભાઈ બાબુભાઈ સોલંકી, નિલેશભાઈ બાબુભાઈ સોલંકી તથા આકાશભાઈ બાબુભાઈ સોલંકી (રહે-ત્રણેય-જુના રાજાવડલા) સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી નવા રાજાવડલા ગામે હનુમાન મંદીર પાસે હતા, ત્યારે આરોપીઓએ અગાઉના પોતાના ઘર પાસે ઉભા રહેવા ના પાડતા ઉશ્કેરાઈ જઈ લોખંડના પાઇપ વડે તેમજ ધારિયા વડે ફરિયાદી પર હુમલો કરી સાહેદ સંજયભાઈને ઈજાઓ પહોંચાડી હતી. જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!