વાંકાનેર નર્મદેશ્વર મિત્ર મંડળ દ્વારા ગત તા.13ને બુધવારના રોજ રાત્રે 10 કલાકે તાજેતરમાં ભારતીય સેનાના જવાનો પર આતંકવાદીઓએ કરેલ કાયરતા પુર્વકના હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વાંકાનેરના નાગરિકો અને આર્મીના જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી…
આ કાર્યક્રમમાં બાળાઓ દ્વારા વિર શહિદની કૃતિ રજુ કરવામાં આવી હતી, જે બાદ જમ્મુ કાશ્મીરમાં શહિદ થયેલા વિર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા આવી હતી. આ તકે નર્મદેશ્વર મિત્ર મંડળ દ્વારા ઉપસ્થિત તમામ આર્મીના જવાનોનું શાલ તેમજ ફુલહારથી સ્વાગત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નર્મદેશ્વર મિત્ર મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf