મોરબી જિલ્લા પંચાયત કારોબારી સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય…
મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક ચેરમેનશ્રી જયંતીભાઇ પડસુંબીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત ભવન ખાતે મળી હતી, જેમા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અન્ય સભ્યો, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા શાખાધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વાંકાનેર તાલુકાના ત્રણ ગામોમાં નવી ગ્રામ પંચાયત કચેરી બનાવવાના કામને સર્વાનુમતે મંજૂર આપવામાં આવી હતી…
વાંકાનેર તાલુકાના દેરાળા, કણકોટ અને માટેલ ગ્રામ પંચાયતોના નવીન પંચાયત ઘર બનાવવા માટે રૂ. 37,00,391/-ની ટેન્ડરની મંજુરી આપવામાં આવી હતી તથા જિલ્લા પંચાયત ભવનના અન્ય કામો માટે રૂ. દસ લાખની જોગવાઇ કરવામાં આવી હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf