વાંકાનેર શહેર પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે નવાપરાથી પંચાસર ગામ તરફ જવાના રસ્તા પરથી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોએ રોકડ રકમ રૂ 22,700 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેરના નવાપરા પંચાસર રોડ પર હનુમાન મંદીર પાસે જુગારની રેડ કરી સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા વિશાલભાઈ વિનુભાઇ દલસાણીયા, દીપકભાઈ વિનુભાઈ શંખેસરીયા, રાજેશભાઈ રાણાભાઈ ડાંગરોયા, હરેશભાઈ સોમાભાઈ બાવરીયા અને નાનજીભાઈ પ્રાગજીભાઈ પંડીતને રોકડ રૂપિયા 22,700 ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf