માં શક્તિના આરાધનાના પર્વ નવરાત્રી અંતર્ગત બુધવારે અષ્ટમીના પાવન પર્વ નીમીત્તે મહાશક્તિની આરાધનાના ભાગરૂપે ચાલી આવતી પરંપરા મુજબ વાંકાનેર રાજ પરીવાર તરફથી મહારાણા રાજસાહેબ કેશરીદેવસિહજી તથા મહારાણી સાહેબા શ્રીમતી યોગીની કુમારીના યજમાન પદે જુના દરબારગઢમાં આવેલા શક્તિ માતાજીના મંદિર ખાતે વાંકાનેરના સંતો મહંતોની હાજરીમાં એક વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું…
આ પ્રસંગે વાંકાનેર રાજપુત સમાજની મહિલાઓ, આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો તથા વાંકાનેર શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો બહોળી સંખ્યામાં હાજર રહી માતાજીના આશીર્વાદ લીધેલ હતા…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf