ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષોનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નરેશ પટેલ આજે અચાનક દિલ્હીની મુલાકાતે જતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આજે બપોરના સમયે કોંગ્રેસ હાઇકમાન અને સોનિયા ગાંધી સાથે મુલાકાત કરે તેવી શકયતા છે. તેના માટે તેઓ રાજકોટથી દિલ્હી જવા રવાના થઇ ગયા છે….

આજના ઘટનાક્રમ પરથી તો એવું લાગી રહ્યું છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં ગમે તે ઘડીએ જોડાઇ શકે છે. તો બીજીબાજુ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની કોંગ્રેસ હાઇકમાન સાથે મુલાકાત થઇ ગઇ છે. તેઓ 29મી એપ્રિલે કોંગ્રેસમાં જોડાય તેવી સંભાવના છે. આમ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે નરેશ પટેલ અને પ્રશાંત કિશોર કોંગ્રેસનો હાથ પકડે તેવી શકયતા છે…

બીજીબાજુ ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલ હાર્દિક પટેલ છેડો ફાડે તેવી શકયતા છે. રાજકીય ગલિયારામાં તો હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તેવી સંભાવના છે.

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

error: Content is protected !!