વાંકાનેર : વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સાંકળાયેલ ખિદમતે ખલ્ક ગ્રુપ દ્વારા મદદ માટે અપીલ…

0

વાંકાનેર વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સાંકળાયેલ ખિદમતે ખલ્ક ગ્રુપ દ્વારા રમઝાન માસ નિમિત્તે તમામ નાગરિકોને મદદ માટે અપીલ કરવામાં આવી છે જેમાં આ ગ્રુપ દ્વારા વાંકાનેર વિસ્તારમાં વિધવા બહેનો, અશક્ત વૃદ્ધો અને યતીમ બાળકોને રાશન કીટ, દર્દીઓ માટે એમ્બ્યુલન્સ સેવા અને આખરી સફર (શબવાહિની)ની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે….

હાલ ખીદમતે ખલ્ક ગ્રુપ દ્વારા નિયમિત રીતે 70 જેટલી વિધવા બહેનો, અશકત વૃદ્ધો અને યતિમ બાળકોને દર મહિને નિયમિત 500 રૂપિયાની રાશન કિટ આપવામાં આવી રહી છે. સાથો સાથ કોઈ પણ નાત-જાતના ભેદભાવ વગર, નહિ નફો નહિ નુકસાનના ધોરણે એમ્બ્યુલન્સ સેવા અને આખરી સફર (શબવાહિની) સેવા કોઈ પણ ફરજિયાત ચાર્જ વગર ચલાવી રહ્યું છે….

ખીદમતે ખલ્ક ગ્રુપ આ તમામ સેવાઓ દાતાઓના સહયોગથી કરી રહ્યું છે. ત્યારે રમજાન જેવા પવિત્ર માસમાં આ ગ્રુપને આર્થિક મદદ કરવા અપિલ કરવામાં આવી છે જેના માટે ગ્રૂપના સંચાલક ગફારભાઈ મંત્રીનો મોબાઇલ નં. 9428265711 પર સંપર્ક કરવા જણાવાયું છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7