વાંકાનેર નગરપાલિકાના હંગામી સફાઈ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ અનુસંધાને છેલ્લા દસ દિવસથી હડતાલ પર હોય અને તેમાં પણ છેલ્લા ત્રણ દિવસથી પાંચ કર્મચારીઓ ભુખ હડતાલ પર ઉતરી ગયા હતા, જે સમસ્યાનું આજે સુખદ સમાધાન થતાં ચીફ ઓફિસર દ્વારા સફાઇ કર્મચારીઓને પારણાં કરાવતાં હડતાળ સમેટાઈ છે…
બાબતે પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા દસ દિવસથી વાંકાનેર નગરપાલિકાના હંગામી સફાઈ કર્મચારીઓ વિવિધ પડતર માંગણીઓ પૂરી કરવાની માંગ સાથે હડતાલ પર ઉતરી જતાં શહેરની સફાઈ વ્યવસ્થા ખોરંભે ચડી ગઇ હતી, જેમાં આજે અલગ-અલગ ક્ષેત્રના આગેવાનો દ્વારા બાબતે મધ્યસ્થી કરતાં નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓની માંગણી મુજબ લઘુતમ વેતન ચુકવણી, સફાઇ કર્મચારીઓને ફુલ ટાઈમ કરવા, સફાઇ કર્મચારીઓ પાસે આઠ કલાક કામ લેવા,
હંગામી સફાઇ કર્મચારીઓની ભરતી કરવી તથા લઘુતમ મહેકમ મંજૂર કરવા સરકારમાં દરખાસ્ત કરવાની માંગણી સ્વિકારવામાં આવતા આજે સાંજના સફાઈ કર્મચારીઓની હડતાલ સમેટી હતી. જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા દ્વારા ભુખ હડતાલ પર ઉતરેલ સફાઇ કર્મચારીઓને પારણાં કરાવતાં સમસ્યાનું સુખદ સમાધાન થયું છે, જેથી આવતીકાલથી પુનઃ રાબેતા મુજબ વાંકાનેર શહેરમાં સફાઈ કામગીરી શરૂ કરવામાં આવશે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf