વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ રેલ્વે ફાટક પાસે ટ્રેન હડફેટે આવી જતા એક યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામના રેલ્વે ફાટક પાસે પસાર થતી ટ્રેન હડફેટે આવી જતા મહેશ નારાયણ ગાગરાઇ (ઉ.વ. 18, રહે. હાલઅમૃત સીરામીક, ઢુવા, મૂળ રહે. સેડલેબીન્જા કુમારડુંગી, જી. પશ્ચિમ સિંહભૂમિ, ઝારખંડ) નામના યુવાનનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.