વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે ખાતે ઈદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે પીપળીયા રાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ(મોટી જમાત) દ્વારા લાઈફ સેન્ટર રાજકોટના સહયોગથી ગામના જમાતખાને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાના સહયોગથી કુલ 45 બોટલ રક્ત એકત્ર થયું હતું….
ઈસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબની માનવતાવાદી વિચારધારાને અનુસરતાં સંસ્થા દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં રાજકોટથી લાઈફ બ્લડ સેન્ટરનો સ્ટાફ બ્લડ એકત્રિત કરવા માટે આવેલ, જેમાં ૪૫ બોટલ રક્ત એકત્ર થયેલ. આમ પીપળીયારાજ ગામના નાગરિકોએ બ્લડ ડોનેશન કેમ્પ થકી ઈદ-એ-મિલાદ તહેવારની ઉજવણી કરી હતી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf