ધારાસભ્ય જીતુભાઇ સોમાણી આયોજીત માર્કેટ ચોક કા રાજ ગણેશ મહોત્સવ સંપન્ન, ભારે હૈયે ગજાનનની વિદાય….
વાંકાનેર વિસ્તારમાં ઠેર ઠેર ગણેશ સ્થાપના કરી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગઇકાલે ગણેશ મહોત્સવનાં અંતિમ દિવસે ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની આગેવાનીમાં ગણેશ વિસર્જન શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય માર્કેટ ચોક કા રાજા સાથે શહેરના બીજા ગણપતિ પંડાલો જોડાયા હતા …
આ શોભાયાત્રા માર્કેટ ચોક ખાતેથી નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી હતી, જેમાં શ્રદ્ધાળુઓએ દુંદાળા દેવના દર્શન કરી ભારે હૈયે ‘ અગલે બરસ તું જલ્દી આના રે…’ કહી ગણેશજીને વિદાયમાન કરાયા હતા. આ શોભાયાત્રા દરમ્યાન દર્શનાર્થીઓ માટે ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા ૧૧ હજાર લાડુની પ્રસાદી તૈયાર કરી હતી, જેનું પ્રસાદ રૂપે વિતરણ કરાયું હતું….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf