વાંકાનેર યુવા ભાજપ મોરચા દ્વારા બુધવારના રોજ વાંકાનેર ગરાસીયા બોડીંગ ખાતે તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં નવા ચુંટાયેલા સરપંચો અને સભ્યોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ભાજપ અગ્રણીઓ હાજર રહ્યા હતા…

વાંકાનેર શહેરની ગરાસીયા બોડીંગ(ભાજપ કાર્યાલય) ખાતે વાંકાનેર યુવા ભાજપ દ્વારા નામદાર મહારાણા રાજસાહેબશ્રી કેસરીદેવસિંહ ઝાલાની ઉપસ્થિતિ યોજાયેલ આ સન્માન સમારોહમાં તાલુકા ભરમાંથી નવાં ચુંટાયેલ સરપંચો અને સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, વાઘજીભાઈ ડાંગરેચા, તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલભાઈ અણીયારીયા, તાલુકા પંચાયત સદસ્ય રણજીતભાઈ વીરસોડીયા, જિલ્લા યુવા મોરચા મંત્રી ભગીરથસિંહ ઝાલા,

વાંકાનેર શહેર યુવા મોરચા પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, યુવા મોરચા ઉપપ્રમુખ ઋષિરાજસિંહ ઝાલા, મહામંત્રી નિતેશભાઈ પાટડીયા, વાંકાનેર તાલુકા યુવા મોરચા પ્રમુખ હરેશભાઇ મદ્રેસાણીયા, તાલુકા યુવા મોરચા ઉપપ્રમુખ કે. બી. ઝાલા, તાલુકા યુવા મંત્રી ગોધાણી વનરાજભાઈ, તાલુકા યુવા મંત્રી બાંભવા દાનાભાઈ, યુવા મંત્રી વોરા કુલદીપભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2

error: Content is protected !!