વાંકાનેર : ઉછીના આપેલ રૂપિયા પરત માંગતાં યુવાનને બે શખ્સોએ લમધારી નાખ્યો…!

0

વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રહેતા એક યુવાને થોડા સમય અગાઉ અન્ય શખ્સને થોડા પૈસા ઉછીના આપ્યા હોર જે રકમ પરત માંગતાં લાજવાના બદલે ગાજેલા બે શખ્સોએ મળી યુવાન પર હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે યુવાનની ફરિયાદ પરથી બે શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રહેતા વિશાલભાઈ વિનોદભાઈ અઘારા (ઉ.વ. ૨૩)એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી પોતે જીનપરા ખાતે આવેલ રામજી મંદિર પાસે હોય ત્યારે આરોપી દિપક ઉર્ફે બટેક દેવશીભાઇ કોળી જેણે ફરિયાદીએ અગાઉ ઉછીના રૂપિયા આપ્યા હોય જે રકમ ફરિયાદીએ પરત માંગતા આ બાબતનુ સારૂ નહી લાગતા તેને ફરિયાદીને ગાળો આપી માથામાં પાઈપનો ઘા ઝીકયો હતો,

તેમજ તેની સાથે રહેલા અન્ય આરોપી સાગર સલાભાઇ કોળીએ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી ગાળો આપી હતી જેથી ફરિયાદીને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જે બાદ વિશાલભાઈની ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે આરોપી દિપક અને સાગર સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2