વર્ષ ર૦૦૧ થી દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવદયા ડાયગ્નોસ્ટીક સેન્ટર (બંધુસમાજ દવાશાળા) ખાતે કાન-નાક-ગળાના દર્દોના નિદાન, સારવાર તથા ઓપરેશન માટે રાહતદરની સુવિધાઓ પૂરી પાડતા નવા વિભાગનો ગઈકાલે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વિભાગમાં મોરબીના ડો. સુરભિ અંબાણી (ઇએનટી સર્જન-ગોલ્ડ મેડાલીસ્ટ) પોતાની સેવાઓનો લાભ દર્દીઓને આપશે….
આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં મોરબીથી પધારેલ આર.એસ.એસ.ના પશ્ચિમક્ષેત્ર સંઘ ચાલક ડો. જયંતિભાઇ ભાડેશીયા, વાંકાનેરના સીનીયર ડોકટર એવા ડો. દાવરીયા, ડો. જે. એન. મહેતા, ડો. કોઠારીના હસ્તે દીપપ્રાગટય કરવામાં આવ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ ર૦૦૧ થી રાહતભાવે ડેન્ટલ વિભાગ, ડીજીટલ એકસ-રે વિભાગ, કલીનીકલ લેબોરેટરી તથા ફિઝીયોથેરાપી વિભાગની સેવાઓ આપવામાં આવે છે. આ ઉપરાંત સુપર સ્પેશ્યાલીટી ધરાવતા વિઝીટીંગ ડોકટરોની સેવાઓ દર અઠવાડીયે વાંકાનેરના દર્દીઓને મળે છે…
દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી લલિતભાઇ મહેતા, ઉપપ્રમુખશ્રી અનંતભાઇ મહેતા અને ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પોતાની યાદીમાં ખાસ જણાવ્યુ હતુ કે, દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર અને આજુબાજુના ગામના લોકોને કાન-નાક-ગળાના દર્દોનું રાહત દરે નિદાન, સારવાર અને ઓપરેશનની સુવિધા આપવા માટે હંમેશા તત્પર છે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં વાંકાનેર નગર તથા તાલુકાના ડોકટરો અને બહારગામથી કિશોરભાઇ કોઠારી, અશોકભાઇ તથા રાજેશભાઇ ગાંધી અને અન્ય મહેમાનોએ પણ ખાસ હાજરી આપી હતી…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0