ફ્લોપ રોડ-શોથી અનેક તર્કવિતર્ક : આગામી ચૂંટણીમાં આપની ભુમિકા પર પ્રશ્નાર્થ ?

વાંકાનેર શહેર ખાતે આજે આમ આદમી પાર્ટી દ્વારા ચુંટણી પ્રચારની શરૂઆત કરતાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાજ્યા મેઘ વરસ્યા નહીં જેવી સ્થિતિ સર્જાઇ હતી. ગુજરાતની ચુંટણીમાં જીતના દાવા કરતી આમ આદમી પાર્ટીના આજે વાંકાનેર ખાતે રોડ-શોમાં નાગરિકોની પાંખી હાજરી આંખે ઉડીને વળગે તેવી દેખાય હતી…

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના ચહેરા એવા અરવિંદ કેજરીવાલ દ્વારા વાંકાનેર શહેરના પુલ દરવાજાથી હાઈવે જકાતનાકા સુધી રોડ-શો યોજાયો હતો, જેમાં આપના આ રોડ શોમાં લોકોની રસ નહીં દાખવતા પાંખી હાજરીથી રોડ-શો ઝડપથી પુરો કરાયો હતો. જેમાં આ રોડ-શોમાં મતદારો કરતા કાર્યકરોની સંખ્યા વધું દેખાય હતી. જેથી આગામી ચુંટણીમાં આપના વાંકાનેર વિસ્તારમાં પ્રદર્શન ચર્ચાના ચકડોળે ચડી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!