વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે ગઈકાલે વહેલી સવારે એક ખેડૂતની અગાસી ઉપર તાજી જન્મેલી બાળકી ત્યજી દીધેલી હાલતમાં છોડી ફરાર થઈ જનાર નિષ્ઠુર જનેતા સામે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે રહેતા યુનુસભાઈ અલીભાઈ માથકિયાની અગાસી ઉપર ગઈકાલે વહેલી સવારે કોઈ અજાણી સ્ત્રીએ બાળકીને જન્મ આપી નવજાત બાળકીને ત્યજીને નાસી જતા આ ઘટનાની જાણ મકાન માલિકે પોલીસ અને 108ને જાણ કરી બાળકીને સારવારમાં ખસેડી હતી. જે બાદ હાલ આ ગંભીર બનાવ મામલે બાળકનો જન્મ છુપાવવા કૃત્ય કરનાર અજાણી સ્ત્રી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0