ગુજરાતમાં આઠ જિલ્લામાં 987 હેક્ટરમાં નવી ઔદ્યોગિક વસાહતો – GIDC સ્થાપવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારે જાહેર કરેલ નવી 8 વસાહતોમાં મોરબી ખાતે આશરે 500 હેક્ટર વિસ્તારમાં નવિન ઔધોગિક વસાહત તમામ અદ્યતન માળખાકીય તેમજ આનુસાંગિક સુવિધાઓથી સુસજ્જ એક મોડલ એસ્ટેટ બનાવવામાં આવશે…

આ સાથે જ ગુજરાતની દહેજ, સાયખા, અંક્લેશ્વર, હાલોલ, સાણંદ, વાપી અને લોધિકાની હયાત ઔદ્યોગિક વસાહતોને પણ તમામ મૂળભુત અને હાઈટેક સુવિધાઓ સાથે વિકસાવી મોડલ એસ્ટેટ બનાવાશે તથા રાજ્યની હયાત 9 ઔદ્યોગિક વસાહતોમાં મલ્ટીસ્ટોરી શેટ્સ – બહુમાળી શેડ બનાવવામાં આવશે તેમજ રાજ્યના પાંચ જિલ્લા વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા અને અમદાવાદમાં ૩૬૦ નવા બહુમાળી શેડ નિર્માણ પામશે…

20 હજાર નવી રોજગારી આ નવિન પ્રકલ્પો ભવિષ્યમાં પુરી પાડશે…

આ નવી GIDC વસાહતોથી જલોત્રા-બનાસકાંઠાનો માર્બલ કટીંગ, પોલીશીંગ ઉદ્યોગ, શેખપાટ-જામનગરનો બ્રાસ ઉદ્યોગ, મોરબીનો સિરામિક ઉદ્યોગ, કડજોદરા-ગાંધીનગરનો ફૂડ-એગ્રો ઉદ્યોગ, પાટણનો ઓટો એંસિલરી ઉદ્યોગ, નાગલપર અને રાજકોટનો મેડિકલ ડિવાઇસ ઉદ્યોગ તથા આણંદ અને મહિસાગરના ઇજનેરી ઉદ્યોગોને લાભ થશે. નવી GIDC વસાહતોથી રૂ. 1223 કરોડનું કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ અને 20 હજાર નવી રોજગારી આ નવિન પ્રકલ્પો ભવિષ્યમાં પુરી પાડશે…

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યની ઔદ્યોગી વસાહતો-જી.આઇ.ડી.સી.માં હવે ‘પ્લગ એન્ડ પ્લે’ના ધોરણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પામી રહ્યા છે. એસ્ટેટમાં આવનાર કારખાનેદાર સીધા પોતાનો મશીન ગોઠવે અને ઉત્પાદન શરૂ કરે તે પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ સાથેના શેડ સરકારે તૈયાર કર્યા છે. તેમણે કહ્યું કે, રાજ્યની જી.આઇ.ડી.સી. એમ.એસ.એમ.ઈને મદદરૂપ બને તે આવશ્યક છે.

રાજ્યનો ખરા અર્થમાં આર્થિક-ઔદ્યોગિક વિકાસ કરવા માટે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉધોગો પર ધ્યાન કેન્દ્રિત કરવું અતિઆવશ્યક છે. આ ક્ષેત્રે મોટા ઉદ્યોગોની સાપેક્ષે ઓછું રોકાણ ભલે થતું હોય પરંતુ સૌથી વધુ માત્રામાં રોજગારી એમ.એસ.એમ.ઈ આપે છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ વધુંમાં કહ્યું કે, ગુજરાત રાજ્યની સ્થાપના વખતે રાજ્યમાં માત્ર ૬ હજાર એમ.એસ.એમ.ઈ યુનિટ હતા.

છેલ્લા બે દાયકાની વિકાસ યાત્રા બાદ આજે રાજ્યમાં ૩૫ લાખ એમ.એસ.એમ.ઈ યુનિટ કાર્યરત છે. તેમણે ઉમેર્યું કે, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી તેમણે ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટને વધુ ભાર આપી નીતિઓ ઘડી હતી. જી.આઇ.ડી.સી.માં કારખાનેદારને વધુ સુવિધા મળે અને સ્કિલ ડેવલોપમેન્ટ માટે પણ કાળજી રાખી હતી…

સમગ્ર મોરબી જિલ્લાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

 

 

error: Content is protected !!