રાજ્યમાં કોરોના-ઓમિક્રોનના 5000થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે. જેને પગલે વાઇબ્રન્ટ સમિટ સહિતના તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ફરીથી નિયંત્રણો લાગુ કરવાની જરૂરિયાત લાગતા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટિની બેઠક મળી હતી છે. જે બાદ રાજ્યમાં કોરોનાને લગતા નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.
જેમાં 10 શહેરમાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ, ધોરણ 1થી 9 ની સ્કૂલો બંધ કરતા આ નવી ગાઇડલાઇન 8 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી અમલવારી કરવાની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લે કોરોનાની બીજી લહેર દરમિયાન મે અને જૂન, 2021માં ગુજરાત સરકારે કોરોનાની ગાઈડલાઈન બહાર પાડી હતી. હવે આઠ મહિના પછી ફરી એવી સ્થિતિ સર્જાઈ છે….
કોરોના ત્રીજી લહેર : રાજ્યમાં આજથી 17 નવા નિયંત્રણો લાગુ…
રાજ્ય સરકારે આજે કોરોનાની ત્રીજી લહેર શરૂ થવાની સાથે જ નવા નિયંત્રણો લાગુ કર્યા છે જે નિચે મુજબ રહેશે…
• ૧૦ શહેરો માટેના નિયંત્રણ :
૧). રાજયના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ, ગાંધીનગર, આણંદ અને નડીયાદમાં રાત્રીના 10 થી 6 સુધી નાઇટ કર્ફ્યૂ…
૨). ઉપરોક્ત દસ શહેરમાં વ્યાપારિક ગતિવિધિ રાત્રિના 10 સુધી જ ચાલુ રાખી શકાશે…
૩). ઉપરોક્ત દસ શહેરમાં રાત્રીના રેસ્ટોરન્ટ 75% ક્ષમતા સાથે રાત્રિના 10 કલાક સુધી જ ચાલું રાખી શકાશે…
• જનરલ નિયંત્રણો.. :
૪). સમગ્ર રાજયમાં તમામ પ્રકારના જાહેર મેળાવડાઓમાં મહત્તમ 400 લોકોને જ મંજરી…
૫). લગ્ન પ્રસંગમાં 400 લોકોને મંજૂરી…
૬). અંતિમ ક્રિયામાં 100 લોકોને મંજુરી...
૭). પબ્લિક તથા પ્રાઈવેંટ બસોને 75% ક્ષમતા સાથે પરિવહનની મંજુરી
૮). સિનેમા હોલમાં 50% ને મંજૂરી…
૯). જીમમાં 50% ક્ષમતા સાથે મંજૂરી…
૧૦). વોટરપાર્ક અને સ્વિમિંગ પુલમાં 50% ક્ષમતા સાથે મંજૂરી…
૧૧). લાઈબ્રેરીમાં 50% ક્ષમતા સાથે મંજૂરી…
૧૨). મનોરંજક સ્થળો પર 50% ક્ષમતાને મંજૂરી…
૧૩). જાહેર બગીચાઓ રાત્રીના 10 સુધી જ ખુલ્લા રહેશે…
૧૪). ધોરણ 9 થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના અભ્યાસ ક્રમો માટે 50% વિદ્યાર્થીઓ સાથે મંજુરી…
૧૫). ધોરણ 1 થી 9 ના માટે તમામ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી માત્ર ઓનલાઈન શિક્ષણ આપવું…
૧૬). શાળા-કોલેજોમાં પરિક્ષાઓ કોરોના ગાઈડ લાઈન તથા સરકારી SOP ના પાલન સાથે યોજવી…
૧૭). રમતગમત પ્રેક્ષકોની ઉપસ્થિત વગર યોજવી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Bdw7CsNxeiFGt9vhUwYV5I