રાજકોટ ક્લેઇમ બાર એસોસિએશનમાં દર વર્ષે નવા હોદ્દેદારો વરણી કરવા માટે ચુંટણી યોજાઈ છે જેમાં આ વખતે પણ સોમવારે ચુંટણી યોજાવાની છે તે પુર્વે વાંકાનેરના યુવા એડવોકેટ અને સામાજિક અગ્રણી એવા બસીરભાઈ બાદીની એસોસિયેશનમાં ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે….
વર્ષે 2022 માટે દર વર્ષની માફક આ વર્ષે પણ રાજકોટ ક્લેઇમ બાર એસોસિયેશનના વિવિધ હોદ્દેદારોની તથા કારોબારી સભ્યો માટે ચૂંટણી યોજવાની હોય જેમાં આ વખતે ઉપપ્રમુખના હોદા માટે વાંકાનેરના સામાજિક અગ્રણી અને યુવા એડવોકેટ એવા બસીરભાઈ બાદીએ ફોર્મ ભરેલ હોય જેમાં સામા પક્ષે બીજા કોઈ વકીલોએ ફોર્મ ન ભરતા બસીરભાઈ રાજકોટ ક્લેઇમ બાર એસોસિયેશનના ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ સાથે જ અન્ય હોદ્દાઓ માટે આગામી સોમવારે ચૂટણી યોજાશે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Bdw7CsNxeiFGt9vhUwYV5I