મોડર્ન સ્કૂલમાંથી NEET ની પરિક્ષા આપનાર કુલ 55 માંથી 41 વિદ્યાર્થીઓ મેડિકલ/પેરા મેડિકલમાં પ્રવેશ પાત્ર….
વાંકાનેર વિસ્તારમાં અવિરત રીતે શ્રેષ્ઠ પરિણામની હારમાળા સર્જી મોડર્ન સ્કૂલે ઈતિહાસ રચી દીધો છે, જેમાં દર વર્ષની માફક આ વર્ષે પણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ NEET-2022 માં સર્વશ્રેષ્ઠ પરિણામ મેળવી પોતાના આશાવાદી ભવિષ્ય માટે મેડીકલ / પેરા મેડિકલ જેવા ફિલ્ડમાં પ્રવેશ પાત્ર બની ઉજ્જવળ કારકિર્દી તરફ પાપા પગલી માંડી છે…
આજરોજ વર્ષ 2022 માં મેડિકલ / પેરા મેડિકલમાં પ્રવેશ માટે લેવામાં આવેલ NEET ના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં વાંકાનેર શહેરની ધી મોડર્ન સ્કૂલમાંથી આઠ-આઠ વિદ્યાર્થીઓ MBBS પ્રવેશ મેળવશે, જેમાંથી મોટા ભાગના
ગ્રામ્ય વિસ્તારનાં ખેડુત પરીવારના બાળકો છે. આ સાથે જ શાળામાંથી નીટની પરીક્ષામાં બેસનાર કુલ 55 વિદ્યાર્થીઓમાંથી અધધ 41 વિદ્યાર્થીઓએ NEET પરીક્ષા ક્વોલીફાઇ કરી MBBS/BDS/BAMS/BHMS જેવા ઉજ્જવળ ભવિષ્ય ધરાવતા ફિલ્ડમાં પ્રવેશ પાત્ર થયેલ છે…
આ તકે શાળામાં અભ્યાસ કરી પ્રથમ ક્રમે આવેલ શેરસીયા મહંમદઅયાઝે પોતાની આ ભવ્ય સફળતાનો શ્રેય પોતાની શાળા અને શિક્ષકોને આપતા વધુમાં જણાવ્યું હતું કે, મારા ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા દ્વારા ખુબ જ જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન તેમજ માતા-પિતાના સહકારથી જ આ શ્રેષ્ઠ પરીણામ હું લાવી શક્યો છું અને આગામી સમયમાં તે મેડીકલ ક્ષેત્રમાં પોતાની કેરીયર બનાવવા માંગે છે….
આ તકે મોડર્ન પરીવાર NEET-2022માં કવોલીફાઇ થયેલ બધા જ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવે છે…