વાંકાનેર હાઈવે ચોકડી ખાતે થોડા દિવસ અગાઉ બે ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતના બનાવમાં ક્લિનરનું મોત…

0

વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે ઉપર થોડા દિવસ પહેલા જિનપરા જકાતનાકા નજીક બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ટ્રેલરના ઠાઠામા ઘુસી જતા ટ્રકની બોડી કેબિનનો બુકડો બોલી જતાં ટ્રક ડ્રાઈવર અને ક્લિનરને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં સારવાર દરમ્યાન ક્લીનરનું મોત થતાં બનાવની વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 29/08 ના રોજ વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે ઉપર જિનપરા જકાતનાકા પાસે ટ્રક નંબર GJ 12 AU 7967ના ચાલક પ્રહલાદભાઇ સોનજીભાઇ પરમાર (રહે.લોદરા, ઠાકોર વાસ તા.સાંથલપુર તા.પાટણ)એ ટ્રક પુરઝડપે બેફીકરાઇથી ચલાવી આગળ ઉભેલ ટેલર નં. GJ 36 T 8930 ના ઠાઠા સાથે ધડાકાભેર ભટકાડતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ડ્રાઈવર અને ક્લિનરને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં ક્લિનર રોહિતભાઈને શરીરે ગંભીર ઈજા થતા સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું…

આ અકસ્માતની આ ઘટના અંગે કચ્છના માધાપર નવાવાસ ખાતે રહેતા ટ્રાન્સપોર્ટર કાનજીભાઇ વિશ્રામભાઇ સેંઘાણીએ ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso