વાંકાનેર સીટી પોલીસના નવાપરા વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન હેડ કો. હરપાલસિંહ પરમાર તથા કો. કુષ્ણરાજસિંહ ઝાલાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા કુલ આઠ શખ્સોને રોકડ રકમ રૂ. 14,100 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં બરફના કારખાના પાછળ દરોડો પાડી જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતા રમેશભાઈ નારણભાઈ બાબરીયા, મહેન્દ્રસિંગ બિશનસિંગ બગા,

સુનીલભાઈ શંકરભાઈ સારલા, સુનીલભાઇ શુરેશભાઈ સાકરીયા, નિજામભાઇ કાસમભાઈ ભટી, સોયેલખાન અયુબખાન પઠાણ, ઈમરાનભાઇ ઉમરભાઇ કટીયા અને સોહેલભાઇ મહેબુબભાઈ કટીયાને રોકડ રકમ રૂ. 14,100 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર શહેર પોલીસ ટીમની આ કામગીરીમાં એ.એસ.આઈ એચ. ટી મઠીયા, હેડ કો. હરપાલસિંહ પરમાર, કો. દીવ્યરાજસિંહ ઝાલા, ક્રુષ્ણરાજસિંહ ઝાલા પ્રતિપાલસિંહ વાળા, અજીતભાઈ સોલંકી સહિતના જોડાયા હતા…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq

error: Content is protected !!