વાંકાનેર તાલુકાના જેતપરડા ગામ ખાતે આવેલ મંદિરના પટ્ટમા કોઈ અજાણ્યા શખ્સો સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમા ગંજીપતાના પાના તથા પૈસા વડે તીન-પતીનો હારજીતનો જુગા૨ ૨મતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેર જુગાર રમતા કુલ 18 શખ્સોને રોકડ રકમ રૂ. 31,530 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડા ગામ ખાતે વાંકાનેર પોલીસે દરોડો પાડી જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતા ૧). વિનુભાઇ ચતુરભાઇ મદ્રેસણીયા, ૨). રમેશભાઇ પ્રભુભાઇ વિરસોડીયા, ૩). દિપકભાઇ વેલજીભાઇ વિરસોડીયા, ૪). વિક્રમભાઇ ધીરુભાઇ ગુદરીયા, ૫). લાલજીભાઇ તેજાભાઇ છત્રોડીયા, ૬). યુવરાજસિંહ ટેમભા ઝાલા, ૭). કુલદિપસિંહઘનશ્યામસિંહ ઝાલા, ૮). રામજીભાઇ મંગાભાઇ બોરસાણીયા, ૯). પૃથ્વીરાજસિંહ નીકુલસિંહ ઝાલા, ૧૦). મનહરભાઇ સતાભાઇ વિરસોડીયા,

૧૧). શંકરભાઇ બચુભાઇ આદરીયા, ૧૨). સાગરભાઇ ભુપતભાઇ વિરસોડીયા, ૧૩). લાખાભાઇ વાધજીભાઇ છત્રોડીયા, ૧૪). અનીલભાઇ બટુકભાઇ છત્રોડીયા, ૧૫). ૨સીકભાઇ ભાવાભાઇ છત્રોડીયા, ૧૬). દિપકભાઇ વાધજીભાઇ વિરસોડીયા, ૧૭). દિનેશભાઇ બીજલભાઇ કાંજીયા અને ૧૮). સિધ્ધરાજભાઇ રઘુભાઇ પીપળીયાને રોકડ રકમ રૂ. 31,530 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

પોલીસની આ કામગીરીમાં એ.એસ.આઈ એમ. આર. ગામેતી, હેડ કો. પ્રદિપભાઇ બોરાણા, કો. જનકભાઇ ચાવડા, અજીતભાઇ જાદવ, મુકેશભાઇ ફાંગલીયા, અજયભાઇ અલગોતર, જયદીપસિંહ રાઠોડ અને વનરાજસિંહ પરમાર સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq

error: Content is protected !!