વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતી એક મહિલા પોતાના ઘર પાસે પાણી ભરી રહી હોય ત્યારે શેરીમાંથી પસાર થતાં એક બોલેરો પીકઅપ વાહન ચાલકે પોતાનું વાહન ગફલત ભરી રીતે ચલાવી મહિલાને હડફેટે લેતા મહિલાને કમર અને પેડુના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ વાહન ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે મુકી નાશી જતા મહિલાએ આરોપી સામે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ પૂલના છેડા પાસે રહેતા જોસનાબેન કિરણભાઈ માણદરિયા (ઉ.વ. 30) પોતાના ઘર પાસે પાણી ભરી રહ્યા હોય ત્યારે ત્યાંથી એક બોલેરો પીકઅપ વાહન નં. GJ 13 AW 4809નો ચાલક પ્રભાત રસિક અઘારીયા (રહે, નવાપરા) પોતાનું વાહન ગફલત ભરી રીતે ચલાવી ત્યાંથી નીકળતી વખતે ફરિયાદી મહિલાને પાછળથી હડફેટે લેતા મહિલા મકાનની દીવાલ સાથે અથડાઈને મકાન અને વાહનની વચ્ચે દબાઇ જવાથી ફરિયાદીને કમર અને પેડુના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી….
આ અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો જે બાદ ઇજાગ્રસ્ત મહિલાએ આ બનાવની વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વાહનચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f