વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ પાવર હાઉસ પાસે એક માનસિક અસ્થિર(વિકલાંગ) યુવાને ત્યાં ઉભેલા શખ્સોને ગાળો આપતા એકદમ ઉશ્કેરાઇ જઇને ચાર શખ્સોએ યુવાનને લાકડી અને પાઇપ વડે આડેધડ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી આ બનાવ બાદ યુવાનના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ચાર શખ્સો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી અમરાભાઇ ઉર્ફે અમરીશભાઇ રામાભાઇ બેડવા (ઉ.વ. 58)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ રાજુભાઈ મનસુખભાઇ ઉર્ફે માયાભાઈ બેડવા (રહે, ઠીકરીયાળી) અને અનિકેત અરજણભાઈ બેડવા (રહે, ગોંડલ) તેમજ અન્ય બે અજાણ્યા શખ્સો સહિત કુલ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે તેમનો દીકરો અજય (ઉ.વ. 32) વર્ષ 2017 થી માનસિક બીમાર હોય જેથી પોતાની માનસિક અસ્થિર હાલતના કારણે તે ગમે તેને જેમ ફાવે તેમ ગાળો આપતો હોય,

જે દરમિયાન તેણે ગઇકાલે વાંકાનેર બાઉન્ટ્રી, રાજકોટ હાઇવે, પાવર હાઉસ પાસે રાજુભાઈ અને અનિકેતભાઈને ગાળો આપી હતી જે આરોપીને સારું નથી લાગતા ઉશ્કેરાઈ જઈ તેણે અન્ય બે શખ્સોને બોલાવીને ચારેય શખ્સો ફોરવીલ કારમાં આવી તેમના પુત્રને લાકડી અને પાઈપો વડે આડેધડ માર મારી, ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી…

બનાવ અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા પિડીત યુવાનના પિતાની ફરિયાદ પરથી ચાર શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસમાં વિધિવત ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f

error: Content is protected !!