લાંબા સમયથી ચાલી આવતી ગરમાગરમી બાદ કર્મચારીઓ હડતાળ પર ઉતરતા આખું શહેર બાનમાં : આસીયાના સોસાયટીના નાગરિકોનો પણ પાલિકા કર્મચારી પર મહિલાઓ સાથે અસભ્ય વર્તન અને કાયદેસરના નળ કનેકશન જબરદસ્તી કાપવાના ગંભીર આક્ષેપો….
વાંકાનેર નગરપાલિકામાં ફરજ બજાવતા પાણી, સફાઇ અને લાઇટના વિવિધ કર્મચારીઓને ચાર મુદ્દે હડતાલ પર ઉતરતા વાંકાનેર શહેરના નાગરિકો હેરાનપરેશાન થઇ ગયા છે. જેમાં ગેરકાયદેસર પાણી કનેક્શન, પોલીસ ફરીયાદ ન લેતી હોય તથા બંદોબસ્ત ન આપતી હોય તેમજ પોલીસ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી બાબતે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. જેની સામે આસીયાના સોસાયટીના નાગરિકો દ્વારા પણ પાલિકા કર્મચારી અશોક રાવલ વિરુદ્ધ કાયદેસરના નળ કનેકશન જબરદસ્તી કાપવા તેમજ રજુઆત કરવા ગયેલ મહિલાઓ સાથે અસભ્ય વર્તન કરવાના ગંભીર આક્ષેપ સાથે પોલીસમાં અરજી કરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા શહેરની મધ્યમાં આવેલા આસીયાના સોસાયટીના નાગરિકોના કાયદેસરના પાણી કનેક્શન કાંપવા જતા મોટો હોબાળો સર્જાયો હતો જે બાદ ચાલી આવતી ગરમાગરમી બાદ આજે પાલિકાના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. જેમાં કર્મચારીઓ દ્વારા લીંબાળા ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર પાણી કનેક્શન, ૨). નગરપાલિકા કર્મચારીને ધમકી આપવાના બનાવમાં પોલીસ ફરિયાદી ન નોધતી હોય, ૩). ભૂતીયા નળ કનેકશન કપાત કરવા માટે પોલીસ બંદોબસ્ત ન ફાળવતી હોય અને ૪). પોલીસ દ્વારા અશોકભાઇને ધમકી અપાતી હોવાના મુદ્દે હડતાલ શરૂ કરી છે…
પાલિકા જબરદસ્તીથી કાયદેસરના પાણી કનેક્શન કાંપવા માંગે છે : આસીયાના સોસાયટીના નાગરિકો
વાંકાનેર શહેરની મધ્યમાં આવેલ હોવા છતાં નોંધારી બની રહેલ આસીયાના સોસાયટીના નાગરિકોનો આ બાબતે સંપર્ક કરતા તેઓએ મિડિયા સમક્ષ પાલિકા કર્મચારી પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, અમારી સોસાયટીને છેલ્લા 20 વર્ષ કરતા વધુ સમયથી કાયદેસર પાણી વેરો ઉઘરાવી નગરપાલિકા દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે જે અચાનક કોઈ કારણસર પાલીકા દ્વારા ભુતીયા નળ કનેકશન કાપવાની આડમાં કાયદેસરના કનેક્શન પણ કાંપવા આવ્યા હોય જેથી આ બાબતે નગરપાલિકામાં રજુઆત કરવા જતા પાલિકા કર્મચારી દ્વારા મહિલાઓ સાથે અસભ્ય વર્તન કરી અને તમારી આખી સોસાયટીના નળ કનેકશન તો કાપવાના જ છે તેવું ગેરવ્યાજબી વર્તન કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા…
પોલીસ પર વિરુદ્ધ ખોટાં આક્ષેપ, ફરિયાદી ખુદ પોલીસ સ્ટેશને સહિ કરવા ન આવતા હોવાનો પોલીસનો દાવો…
વાંકાનેર સીટી પોલીસ પર પાલિકા કર્મચારી દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપના જવાબમાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ તમામ આક્ષેપો તદ્દન પાયા વિહોણા હોય અને આ બનાવમાં ફરિયાદીને અનેક વખત સહિ કરવા બોલાવવામાં આવતા હોય છતાં તેઓ ન આવતા હોવાનું જાણવા મળ્યું છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Bdw7CsNxeiFGt9vhUwYV5I