મોરબી જિલ્લા પંચાયતની મહિકા બેઠક પરથી કોંગ્રેસના બેનર હેઠળ ચુંટાયેલા સદસ્ય શ્રી નવઘણભાઈ મેઘાણી દ્વારા જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રશ્નોની છડી ચલાવવામાં આવી હતી જેમાં નાગરિકોના હિતમાં અને વિકાસ અનુલક્ષીને વિવિધ 14 જેટલા મુદ્દે પ્રશ્નો પુછી શાસકોને તેના જવાબ રજૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી…
જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં નવઘણભાઈ મેઘાણી દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નોમાં તેમણે જણાવ્યું છે કે…૧). ગુજરાતમાં કોરોના માથું ઉચકી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આગમચેતીના ભાગરૂપે પગલાં ભર્યા છે કે કેમ અને જો હા તો ક્યાં પગલા લીધા છે ?, ૨) આરોગ્ય માટે ગ્રામ્ય વિસ્તારમાં PHC-CHCમાં આરોગ્ય અધિકારી તથા સ્ટાફની જગ્યા ખાલી છે કે કેમ ? અને જો હા તો તાત્કાલીક સ્ટાફની હંગામી ધારેણે જગ્યા ભરવા માગો છો કે કેમ ?, ૩) આરોગ્ય વિભાગમાં હાલ કોરોનાના મોરબી જીલ્લામાં કેટલા કેશ છે અને તેના માટે વ્યવસ્થા શું છે ?,
૪). આરોગ્ય વિભાગમાં PHC-CHC વિભાગમાં દવા માટે પુરતી સગવડ છે કે કેમ ? અને તેના માટે ઉંડાણના ગ્રામ્ય વિસ્તાર માટે વ્યવસ્થા શું છે. ? ૫). આરોગ્ય PHC-CHCમાં કોરોનાના દર્દી માટે ટેસ્ટીંગ માટે દરેક કેન્દ્રમાં વ્યવસ્થા છે કે નહીં ? અને દરેક કેન્દ્રમાં લેબોરેટરીની સુવીધા છે તો કેટલા કેન્દ્ર પર છે. ? ૬). ખેડૂતોને વિવિધ યોજનામાં ર૦૦ લીટર ડ્રમ અને ટબ આપવાની યોજના અંતર્ગત મોરબી જીલ્લામાં કેટલી અરજી આવી છે અને કેટલા ખેડૂતોને તેનો લાભ મળેલ છે ?,
૭). મોરબી જીલ્લાના જુદા-જુદા તાલુકામાં કેટલી ગ્રામ પંચાયત સમરસ થઇ અને સમરસ થયેલ ગ્રામ પંચાયતને વિકાસના અને તબ્બકા વાઇઝ ગ્રાન્ટ આપવા માંગો છો કે કેમ ? અને આપવા માંગતા હોય તો તેનું ધોરણ શું છે ?, ૮). ૦૧/૦૧/૨૦૨૧ નું નવું વર્ષ આવતુ હોય અને જીલ્લા પંચાયતની મેજ ડાયરી બનાવવા માંગો છો કેમ અને જો હા તો નવા વર્ષમાં વધીને વધુ લોકોને તેનો ઉપયોગ કરે તે માટે સહમત છો કે કેમ ?,
૯) મોરબી જીલ્લાના વર્ષ ૨૦૨૧ ના વાંકાનેર તાલુકામાં કેટલા રસ્તાનું નવીનીકરણ કરવામાં આવેલ અને કેટલા કરવાના બાકી છે અને બાકીના રસ્તા કયારે કરવામાં આવશે ?, ૧૦). વાંકાનેર તાલુકાના ઠીકરીયાળી ગામે જીલ્લા પંચાયતનુ તળાવ આવેલુ છે જેમા સિંચાઇ માટે કેનાલ છે તો તેના માટે ખેડૂતોને રવી સીજનનું આયોજન કરેલ છે કે કેમ ?, ૧૧) વાંકાનેર તાલુકાના ઠીકરીયાળીનુ તળાવનુ વેસ્વીલ અને કેનાલ જર્જરીત હાલતમાં છે અને વર્ષો પહેલા બંધાયેલ હોય તળાવ માટે નવીનીકરણ કરી રીપેરીંગ કરવાનું હોય માટે કાર્યવાહી કરવા આયોજન કરેલ છે કેમ ?,
૧૨) વાંકાનેર તાલુકાના મેસરીયા તળાવમાં કેનાલની સુવીધા છે પણ કેનાલ રીપેરીંગ ના વાંકે ખેડુતના પીયત માટે પાણી આપવા માટે સુવીધા કરેલ છે ? તેમજ રીપેરીંગ કરવના છો કે કેમ?, ૧૩) મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાની ગ્રામ પંચાયત વિભાજન માટે કેટલી દરખાસ્ત આવી છે અને એ દરખાસ્ત કયા સ્ટેજ પર છે તો સરકારમાં કયારે મોકલવા માંગો છો કે કમે ?, ૧૪) મોરબી જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં આવતી પ્રાથમિક શાળાઓની કેટલાની ઘટ છે અને કેટલા શાળાના ઓરડાઓની ઘટ છે અને કયારે બનાવાશે તેમજ પ્રાથમિક શાળામાં શિક્ષણ માટે શિક્ષકોની કેટલી ઘટ છે અને આ ઘટ કયારે ભરાશે એ તેનુ શું આયોજન છે. ? સહિતના પ્રશ્નો જીલ્લા પંચાયતના સદસ્ય નવઘણભાઈ મેઘાણી દ્વારા પુછવામાં આવ્યા હતા….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Bdw7CsNxeiFGt9vhUwYV5I